KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

Tempsens Instruments IPO: રિટેલ કેટેગરી પ્રથમ દિવસે 6.46 ગણી ભરાઈ

રિટેલથી લઈને સંસ્થાકીય રોકાણકારોએ Tempsens Instrumentsના IPOમાં શેર ખરીદવામાં ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

KuberaNow
desk@kuberanow20 Aug 2026
InstagramFacebookXLinkedIn
Tempsens Instruments IPO

Tempsens Instruments (India) Limitedના ₹650 કરોડના IPOને રોકાણકારોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. 20 ઓગસ્ટે IPO ખુલ્યો છે અને પ્રથમ દિવસે જ તેને 5.94 ગણી બિડ મળી છે. રિટેલ કેટેગરીમાં પ્રથમ દિવસે 6.46 ગણું સબ્સક્રિપ્શન નોંધાયું છે. બિન-સંસ્થાકીય રોકાણકારોમાં પણ ભારે માંગ જોવા મળી છે.


આ કંપની થર્મલ એન્જિનિયરિંગ અને સ્પેશ્યલાઈઝ્ડ કેબલ મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં છે. તે કસ્ટમાઈઝ્ડ ટેમ્પરેચર સેન્સિંગ સોલ્યુશન્સ, ઈલેક્ટ્રિકલ હીટિંગ સોલ્યુશન્સ અને સ્પેશ્યલાઈઝ્ડ કેબલ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે.


Tempsens Instrumentsએ IPOમાં 1,51,81,667 ઈક્વિટી શેર્સ ઓફર કર્યાં છે, જેની સામે પ્રથમ દિવસે સાંજે 5.06 વાગ્યા સુધીમાં 9,01,15,350 શેર્સની બિડ મળી હતી. પ્રથમ દિવસે રિટેલ કેટેગરી 6.46 ગણી જ્યારે નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરી 12.51 ગણી ભરાઈ ગઈ હતી. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (QIB) કેટેગરીમાં 0.05 ગણું સબ્સક્રિપ્શન આવ્યું હતું જ્યારે કર્મચારીઓ માટે રાખવામાં આવેલી રિઝર્વ કેટેગરી 9.43 ગણી ભરાઈ હતી.

બ્રોકરેજ હાઉસિસનો મત

દેશનાં અગ્રણી બ્રોકરેજ હાઉસિસે Tempsens Instruments (India)ના IPOમાં અરજી કરવાની ભલામણ કરી છે. Adroit Financial, Anand Rathi, BP Wealth, Geojit અને Ventura Securitiesએ “Subscribe” ભલામણ કરી છે.

આનંદ રાઠીએ નોંધ્યું છે કે, આ કંપની એક ડાઈવર્સિફાઈડ ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી કંપની છે. FY26ની અર્નિંગ્સ પ્રમાણે અને ₹300ના અપર પ્રાઈસ બેન્ડ પર આ ઈશ્યૂનો implied P/E 35.4 અને EV/EBITDA 25.64 છે. બ્રોકરેજે લોંગ ટર્મ માટે આ IPO સબ્સક્રાઈબ કરવાની ભલામણ કરી છે.


BP Wealthએ નોંધ્યું છે કે, Tempsens Instruments 3 દાયકાથી પણ વધારે બહોળો અનુભવ ધરાવે છે. FY26ની ₹8.3ની diluted EPS પ્રમાણે અને ₹300ના અપર પ્રાઈસ બેન્ડના આધારે કંપનીની વેલ્યુ 36 ગણી બેસે છે. આ બ્રોકરેજે પણ long-term માટે “Subscribe”ની ભલામણ કરી છે.


IPOની વિગત

Tempsens Instrumentsનો IPO 20 ઓગસ્ટે ખુલ્યો છે અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ છે. IPO ખુલ્યો તેના એક દિવસ અગાઉ કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી ₹194.5 કરોડ જેટલું ફંડ મેળવ્યું છે. કંપનીએ ₹285-₹300નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે અને એક લોટની સાઈઝ 50 શેર્સ છે.



Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :ipoIndian Stock MarketBSENSEStock
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM